‘તારક મહેતા’ની ફેમસ એક્ટર બબીતાની પોલીસે કરી ધડપકડ, કારણ છે કંઇક આવું…
તાજેતરમાં ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મો ઉપરાંત ઘણી સિરિયલોએ પણ લોકચાહના મેળવી છે. સૌથી વધારે લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોક ચાહનાની દ્રષ્ટિએ ટોપ પર ચાલી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના દરેક એક્ટરો આસિત મોદીના નેતૃત્વ હેઠળ કામ કરીને દુનિયાભરમાં જાણીતા થયા છે.
ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બબીતાજીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તાનો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાદવિવાદ ચાલી રહ્યો છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર તેની તસવીરો ઉપરાંત ઘણા વિડિયો શેર કરતી હોય છે. મુનમુન દત્તાની લોકચાહના સમગ્ર ભારતમાં ફેલાયેલી છે.
તાજેતરમાં મુનમુન દત્તાની હરિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઇ હતી. દલિત સમાજ પર કોમેન્ટ કરવા બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી તેની ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી અને ત્યાર બાદ જામીન પર છોડવામાં આવી છે.
મુનમુન દત્તા વિરુદ્ધ 13 મે 2021ના રોજ દલિત સમાજ પર કોમેન્ટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર પછી કેસની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને અરજી પણ દાખલ કરવામાં આવી હતી. મુનમુને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક વિડીયો યુ-ટ્યુબ પર શેર કર્યો હતો આ મામલે કેસ દાખલ થયો હતો.
આ વીડિયો પર થયેલા હંગામા બાદ મુનમુન દત્તાએ માફી પણ માંગી હતી. તેણે સોશિયલ મીડિયા પર માફી માગતી પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે આ શબ્દોથી તે વાકેફ નથી અને તેનાથી અજાણતામાં બોલાઇ ગયું છે. આ સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો અને તાજેતરમાં હરિયાણા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ શરૂ થઇ ત્યારથી આજ સુધી બબીતાજીનો રોલ કરનાર મુનમુન દત્તાએ ખૂબ લોકચાહના મેળવી છે. આ ઉપરાંત સિરીયલના દરેક એક્ટરો પોતાના સમાજની અંદર અને સમગ્ર દેશની અંદર ખૂબ પ્રસિદ્ધ થયા છે. આસિત મોદી દ્વારા આ સિરિયલ ખુબ જ સારી રીતે ચલાવવામાં આવી રહી છે.