ગંદી બાત એક્ટ્રેસ ફ્લોર સૈનીએ કર્યો મોટો ખુલાસો કહ્યું કે, કામ કરવાની મળી હતી ઓફર પરંતુ…

રાજ કુન્દ્રા કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોર્નગ્રાફી કેસમાં રાજકુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તે ત્યારબાદ અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અનેક અભિનેત્રીઓ પણ રાજ કુન્દ્રા પર કામને લઈને આરોપ લગાવી ચુકી છે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટીની પૂછપરછ દરમિયાન પણ ઘણી માહિતી સામે આવી હતી.

રાજ કુન્દ્રા કેસમાં એક પછી એક નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઇની ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને આમને સામને બેસાડીને પુછપરછ કરી હતી. આ પુછપરછ લગભગ છ કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠ કે જે રાજ કુન્દ્રા સાથે કામ કરી ચૂકી છે. તેને પુછપરછ માટે બોલાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, હવે આ મામલે ગંદી બાત એક્ટ્રેસ ફ્લોરા સૈનીનું નામ પણ જોડાયું હતું. રાજ કુન્દ્રા અને ઉમેશ કામત તેમની આગામી એપ, બોલીફેમ માટે એક ગીત શૂટ કરવા ફ્લોરાને લેવા માટે ચર્ચામાં હતા. ગંદી બાત એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે આ મામલે પોતાનો ખુલાસો આપી રહી છે.

બોલ્ડ કન્ટેન્ટ માટે જાણીતી અભિનેત્રી ફ્લોરા સૈની પ્રખ્યાત ફિલ્મ ‘ગંદી બાત’માં કામ કર્યું છે. ફ્લોરાએ આ વીડિયોમાં કહ્યું છે કે, આ મામલે તેને કોઈ લેવા દેવા નથી. રાજ કુન્દ્રાની આગામી એપ, બાયોફેમ માટે ગીતના શૂટિંગ માટે તેને લેવાની કોઈ વાત નહોતી.

ફ્લોરાએ સ્પષ્ટ કર્યું છે કે, તેના રાજ કુન્દ્રા અથવા ઉમેશ કામત સાથે કોઈ સંપર્ક નથી. અભિનેત્રીએ આ મામલે વધુમાં કહ્યુ કે, રાજ સાથે ક્યારેય વાત થઇ જ નથી કામ કરવુ તો બહુ દૂરની વાત છે.

અભિનેત્રીએ વધુ માહિતી આપતા કહ્યું કે, ક્યારેક ક્યારેક તેને કાસ્ટિંગ લોકોનો ફોન આવતો હતો. તેઓ તેને પૂછતા કે હોટ શોટ એપ્લિકેશન છે. જેના પર એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે. શું તે કામ કરશે? ત્યારે તે હંમેશા ના પાડતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *