શું તમને ખબર છે? શ્રીલંકા સામે ભારતને વિજય અપાવનાર દિપક ચહરની બહેન છે બોલીવુડ હિરોઈન…

શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં ભારતને અકલ્પનીય વિજય અપાવનારા દિપક ચહરને જ્યારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. દિપક ચહર બેટિંગ કરવા માટે મેદાન પર આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ દિપક ચહરે 69 રનની તાબડતોડ ઇનિંગ રમી શ્રીલંકા સામે ભારતીય ટીમને વિજય અપાવી હતી.

ટીમ ઈન્ડિયાની જીત બાદ દિપક ચહર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ વાત તો એ છે કે દિપક ચહરની સાથે તેની બહેન માલતી ચહર પણ આજ કાલ ખૂબ જ ચર્ચામાં રહે છે. આજે આપણે આ લેખમાં દિપક ચહરની બહેન માલતી ચહર વિશે વાત કરવાના છીએ.

માલતી ચહર દીપક ચહરની મોટી બહેન છે. માલતી ચહર ક્રિકેટર રાહુલ ચહરની સાથે જ મોટી થઈ છે. માલતી ચહર બોલિવૂડની હોટ એક્ટ્રેસમાં સામેલ છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે તેણે સાડા જલવા સોન્ગમાં પણ કામ કર્યું છે.

દીપક ચહરની બહેન માલતી ચહર દેખાવમાં ખૂબ જ સુંદર અને મોટી મોટી હિરોઈનોને પણ માત આપે છે. માલતી ચહરને વર્ષ 2018માં મિસ્ટ્રી ગર્લ પણ કહેવામાં આવી હતી. તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

માલતી ચહર આઇપીએલની એક મેચ દરમિયાન ચેન્નઇ સુપરકિંગ્સને સપોર્ટ કરતી નજર આવી હતી. ત્યારબાદ તેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી. ઇન્ટરનેટ પર તેનો જલવો બરકરાર છે.

માલતી ચહર હાલ 29 વર્ષની છે. તે બોલિવૂડની એક હોટ એક્ટ્રેસ અને મોડેલ છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ જીનીયનસમાં કામ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2017માં રિલીઝ થયેલ શોર્ટ ફિલ્મ મેનિક્યોરમાં પણ કામ કરી ચૂકી છે.

તે હંમેશા ક્રિકેટમાં પોતાના બંને ભાઈઓને સપોર્ટ કરતી નજરે આવે છે. માલતી ચહર એક સોફ્ટવેર એન્જિનિયર છે. પરંતુ તેણે તેનું કરિયર એક્ટિંગ અને મોડેલિંગમાં બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે.

માલતી ચહર તેના ભાઈઓ સાથે ક્રિકેટ રમતી પણ નજરે આવે છે. માલતી ચહરે વર્ષ 2014માં FBB ફેમિના મિસ ઇન્ડિયા દિલ્હીમાં સેકન્ડ રનર અપ રહી હતી. માલતી ચહરને ડાન્સ, પેઇન્ટિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *