રાજ કુન્દ્રા કેસમાં પોલીસે ખોલ્યું મોટું રહસ્ય, શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા?

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રાનું નામ પોનોગ્રાફી કેસમાં સામે આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાદ પર્યાપ્ત પુરાવા એકત્ર કર્યા બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુન્દ્રાની ધરપકડ થતા પત્ની શિલ્પા શેટ્ટી ઘરમાં જ બંધ થઈ હતી. તેણે સુપર ડાન્સરના શૂટિંગ માટે જવાનું પણ ટાળી દીધું હતું. મંગળવારે આ મામલામાં આરોપી રાજ કુન્દ્રાને મુંબઈની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ક્રાઇમ બ્રાન્ચની માંગ સ્વીકારી રાજ કુન્દ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ એ સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કે શું આ કેસમાં રાજ કુન્દ્રાની સાથે શિલ્પા શેટ્ટી પણ સામેલ છે. કારણ કે જ્યારથી રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારથી તે ઘરમાં બંધ થઈ છે. આ સવાલનો જવાબ આપી મુંબઈ પોલીસે રહસ્ય પરથી પર્દાફાશ કરી દીધો છે.

આ સમગ્ર મામલે પોલીસે ઘણું હોમવર્ક કર્યું હતું. ફેબ્રુઆરીથી લઈ જુલાઈ સુધી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પર્યાપ્ત પુરાવા મળતા રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. 20 જુલાઈના રોજ મુંબઈ પોલીસના જોઇન્ટ કમિશ્નર મિલિન્દ ભરામ્બેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મામલાની જાણકારી મીડિયાને આપી.

જોઇન્ટ સીપીએ જણાવ્યું કે, કેવી રીતે આ ધંધામાં લોકો કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે આ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાને લઈ પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, શિલ્પા શેટ્ટીની સક્રિય ભૂમિકા હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા. અમે તપાસ કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ મામલામાં ઉમેશ કામત જેવા નિર્માતાઓની ધરપકડ કરવામાં આવી છે. જે રાજ કુન્દ્રાના ઈન્ડિયા ઓપરેશન્સની દેખરેખ રાખતા હતા. હોટશોટ્સ એપનું કામકાજ વિયાન કંપનીના માધ્યમથી થતું હતું. દરોડા દરમિયાન અમને પુરાવા મળી આવ્યા હતા. જેના આધારે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *