એક વૃદ્ધ વ્યક્તિએ ખોલ્યો કિયારા અડવાણીની કારનો દરવાજો, આ જોઇ યૂઝર્સે ગુસ્સામાં આવીને કહ્યું કે તને શરમ…

કિયારા અડવાણી છેલ્લા સાત વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરે છે. હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં તેના સાત વર્ષ પૂર્ણ થયા હોવાનું જશન મનાવ્યું હતું. તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. આ સાત વર્ષ દરમિયાન તેનું પરફોર્મન્સ પણ ખૂબ જ સારું રહ્યું છે. કિયારા અડવાણીની મોટી ફેન ફોલિંઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેનાં 17.5 મિલિયન ફોલોઅર્સ છે.

કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. પરંતુ હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેની કારનો દરવાજો ખોલી રહ્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ અનેક વ્યક્તિઓ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો જોઇ એક યૂઝર્સે ગુસ્સામાં આવીને કહ્યું ‘દરવાજો જાતે નહોતી ખોલી શકતી, ઊંમર તો જુઓ માણસની.’ તો બીજા યૂઝર્સે કહ્યું ‘તમે લોકો આવો છો ક્યાંથી, બાપની ઊંમરથી વધુ ઊંમરની વ્યક્તિ પાસે સલામ મરાવે છે.’

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો કિયારા અડવાણીને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નજર આવી હતી. જ્યારે કિયારા સિદ્ધાર્થના ઘરેથી નીકળી ત્યારે તેમની કારનો દરવાજો એક વૃદ્ધ વ્યક્તિએ ખોલ્યો હતો. આ વૃદ્ધ વ્યક્તિ એક કિયારાને સલામ પણ કરી હતી. આ વીડિયો જોઇ યૂઝર્સનો ગુસ્સો ફૂટ્યો હતો. ત્યારબાદ યૂઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તસવીરમાં જોઇ શકાય છે કે કઇ રીતે વૃદ્ધ વ્યક્તિ કિયારાની કારનો દરવાજો ખોલી તેને સલામ આપી રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લિંકઅપની ખબર સામે આવી છે. કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો તે શેરશાહ, ભૂલ ભુલૈયા 2, જુગ જુગ જીયોમાં નજરે આવશે.

કિયારા અડવાણીએ ફિલ્મ ‘ફુગલી’થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘એમએસ ધોની’, ‘ભારત’, ‘કબીર સિંહ’, ‘ગિલ્ટ’, ‘ગુડ ન્યૂઝ’ અને ‘ઇન્દુ કી જવાની જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *