હવામાન નિષ્ણાંત આંબાલાલે કહ્યું કે, અરબસાગરમાં બનેલુ ડિપ્રેશન નબળું પડ્યું છે. પરંતું તને કારણે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. 50-60 kmph ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે. અમદાવાદમાં રવિવારે 43 ડિગ્રી તાપમાન રહ્યું. આજે અમદાવાદમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતના કોઈ પણ પોર્ટ પર હાલ કોઈ સિગ્નલ નહિ રહે. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ વીજળીના કડાકા સાથે પડી શકે છે. સવારે 10 વાગે સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. 41-61 kmph ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. સુરત, તાપી, ડાંગમાં પણ વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે.
સુરત, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ, આંબાલાલ ની વિસ્ફોટક આગાહી…

Leave a Reply