આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલ ની છાતીના પાટીયા પાડી દે તેવી આગાહી…
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. તેમણે ક્હ્યુ કે, આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.