200 ટકા આવશે વાવાઝોડું, હવે આ 15 જિલ્લામાં થશે પુર જેવી સ્થિતિ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેએ એકસાથે કરી આગાહી
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકાે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, મોરબી, પંચમહાલ, વડોદરા અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.