3-3 સિસ્ટમ થઇ સક્રિય, તારીખો લખવી હોય તો લખી લેજો, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી

અમદાવાદ: ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૂર્યના તાપ પર જાણે વાદળો છવાઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી બાજુ વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજે આગાહીમાં જણાવ્યું છે કે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.3-3 સિસ્ટમ થઇ સક્રિય, તારીખો લખવી હોય તો લખી લેજો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *