IPL 2025 મેગા ઓક્શનનો સમય શું છે? કેટલા ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે, કઈ ટીમ પાસે કેટલા પૈસા છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવા જઈ રહી છે. ભારતીય સમય અનુસાર, આ હરાજી હવે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. BCCIએ મેગા ઓક્શન માટે કુલ 1574 ખેલાડીઓમાંથી 574 ખેલાડીઓને અંતિમ યાદીમાં સામેલ કર્યા છે. કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે? પંજાબ કિંગ્સ – રૂ. 110.5 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ 83 કરોડ, દિલ્હી કેપિટલ્સ – રૂ 73, ગુજરાત ટાઇટન્સ – રૂ 69 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ 69 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ – રૂ 55 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ 51 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 45 કરોડ રૂપિયા, સનરાઇઝર્સ હૈદરાબાદ – 45 કરોડ રૂપિયા, રાજસ્થાન રોયલ્સ – 41 કરોડ રૂપિયા