161 રન ફટકારી યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, આ મામલે સેહવાગને પણ છોડ્યો પાછળ…
યશસ્વી એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. તેણે આ વર્ષે માત્ર બીજી ઇનિંગ્સમાં કુલ 650 રન બનાવ્યા છે. તેણે ભૂતપૂર્વ વિસ્ફોટક વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો. સેહવાગે 2008માં બીજી ઈનિંગમાં કુલ 634 રન બનાવ્યા હતા. મોહિન્દર અમરનાથે 1983માં 598 રન બનાવ્યા હતા.