યશસ્વી જયસ્વાલ બાદ વિરાટ કોહલીની પણ સદી, જાણો ત્રીજા દિવસ બાદ કેવી છે બંને ટીમોની સ્થિતિ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસના અંતે ભારતીય ટીમ આગળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ ઈનિંગ બાદ ભારતીય ટીમને 46 રનની લીડ મળી હતી. જેને બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 533 રનની કરી દીધી છે અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 534 રનનો ટાર્ગેટ આપ્યો છે. પરંતુ ત્રીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂકી છે. આવી સ્થિતિમાં હાલ પ્રથમ ટેસ્ટ મેચ પર ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે.