90 રન ફટકારી યશસ્વી જયસ્વાલે મચાવી તબાહી, બ્રેન્ડન મેક્કુલમનો આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…
યશસ્વી જયસ્વાલે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડ્યો છે. જયસ્વાલે આ વર્ષે રમાયેલી કુલ 12 ટેસ્ટમાં 34 સિક્સર ફટકારી છે. આવી સ્થિતિમાં તેણે મેક્કુલમના 33 સિક્સરને પાછળ છોડી દીધો છે. ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ છે. સ્ટોક્સે વર્ષ 2022માં 26 છગ્ગા ફટકાર્યા હતા. બ્રેન્ડન મેક્કુલમે વર્ષ 2014માં કુલ 33 સિક્સર ફટકારી હતી.