રાહુલ-જયસ્વાલની સુપરહિટ જોડીએ રચ્યો ઇતિહાસ, 20 વર્ષ બાદ કર્યું આ મોટું કારનામું…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતીય ટીમ 218 રનથી આગળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતે પ્રથમ ઇનિંગ માં માત્ર 150 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને 104 રન પર ઓલ આઉટ કરી ભારતીય ટીમે 46 રનની લીડ મેળવી હતી. જે બાદ હાલ ભારતીય ટીમના ઓપનર રાહુલ અને જયસ્વાલ જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ અને જયસ્વાલ ઇતિહાસ રચ્યો છે. ઓપનિંગ જોડીની વાત કરીએ તો વર્ષ 2002 બાદ પહેલીવાર ભારતીય ઓપનરોએ 100 રનની પાર્ટનરશીપ કરી છે. વર્ષ 2002માં સેહવાગ અને આકાશ ચોપડાએ 100 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. જે બાદ રાહુલ અને જયસ્વાલે તે કારનામું કરી બતાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *