નાથન લ્યોન- ઓક્શનમાં કઈ ટીમમાં જશો? રિષભ પંતે ચાલુ મેચમાં આપ્યો જવાબ, જુઓ…
રિષભ પંત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફિલ્ડિંગ કરતી વખતે નાથન લિયોન તેની સામેથી પસાર થયો હતો. આ દરમિયાન નાથને પંતને પૂછ્યું, તમે મેગા ઓક્શનમાં ક્યાં જઈ રહ્યા છો? જેના જવાબમાં પંતે કહ્યું કે તે જાણતો નથી. એટલે કે, નાથન પૂછવા માંગતા હતા કે તમે IPL મેગા ઓક્શનમાં કઈ ટીમ સાથે જવા માંગો છો. વાસ્તવમાં, દિલ્હી કેપિટલ્સે આ વખતે પંતને રિલીઝ કર્યો છે, ત્યારબાદ આ વિકેટકીપર બેટ્સમેન મેગા ઓક્શનનો ભાગ છે. તમામ ફ્રેન્ચાઈઝીની નજર પંત પર ટકેલી છે.