આઈપીએલ મેગા ઓક્શન 2025 : ગુજરાત ટાઇટન્સ બનાવી શકે છે કંઈક આવી ટીમ, જાણો વિગતે…
ગુજરાત પાસે હાલમાં એક ઓપનર બે બેટ્સમેન અને બે બોલર છે. ગુજરાત ઓપનર તરીકે કેએલ રાહુલ કે જોશ બટલરને સામેલ કરી શકે છે. આ બન્ને વિકેટકિપિંગ પણ કરે છે જેથી ટીમને ઓપનર સાથે વિકેટકિપરની શોધ પણ પુરી થઇ જશે. જો તે સ્પેશ્યલ વિકેટકિપરને લેવા માંગ તો ઋષભ પંતને પણ ખરીદી શકે છે. મિડલ ઓર્ડરમાં ટીમ પાસે સારા ખેલાડી નથી. જેમાં તે ગ્લેન મેક્સવેલ, કેન વિલિયમ્સન, ક્રુણાલ પંડ્યાને ખરીદી શકે છે. એલરાઉન્ડર તરીકે ટીમ પાસેથી પહેલા જ સાંઇ સુદર્શન અને શાહરુખ ખાન છે. તે સ્ટોઇનિસ જેવા વધુ એક ઓલરાઉન્ડર ખરીદી શકે છે. સ્પિનર તરીકે તેની પાસે સ્ટાર સ્પિનર રાશિદ ખાન છે. આ સિવાય તે અશ્વિન કે ચહલને પણ ખરીદી શકે છે. ફાસ્ટ બોલરમાં મોહમ્મદ શમીને ફરી ટીમ સાથે જોડી શકે છે. આ સિવાય ભુવનેશ્વર કુમાર, મુકેશ કુમાર, જોશ હેઝલવુડ કે ટ્રેન્ટ બોલ્ટને પણ ખરીદી શકે છે.