ભારતની ધમાકેદાર વાપસી, જાણો પ્રથમ દિવસ બાદ કેવી છે બંને ટીમોની સ્થિતિ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમએ જબરદસ્ત વાપસી કરી છે. સમગ્ર મેચ ની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય બેટ્સમેનો પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રન બનાવીને ઓલઆઉટ થયા હતા. જે બાદ ભારતના બોલરોએ કમાલ કર્યો છે. પ્રથમ દિવસના અંતે ભારતીય બોલરો 67 રન આપીને સાત વિકેટ લેવામાં સફળ રહ્યા છે. હાલ ભારતીય ટીમ 83 રનથી આગળ ચાલી રહી છે.