આ ખેલાડીને તક આપી બુમરાહે પોતાના પગ પર મારી કુલ્હાડી, પર્થ ટેસ્ટમાં બની શકે છે હારનું કારણ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પર્થ ટેસ્ટમાં ભારતે ટોચ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય ટીમના બેટ્સમેનો આ નિર્ણયને સફળ સાબિત કરી શક્યા નહીં. પ્રથમ સેશનમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી છે અને માત્ર 51 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે પ્રથમ ટેસ્ટ મેચ માંથી બહાર થયો હતો. જે બાદ તેના સ્થાને બુમરાહે સરફરાજની જગ્યાએ દેવદત્ત પડીકલને ટીમમાં સ્થાન આપ્યું હતું. પરંતુ તે પણ ઝીરો રન પર આઉટ થઈ ગયો છે. આવી સ્થિતિમાં કહી શકાય કે બુમરાહે પોતાના પગ પર જ કુલ્હાડી મારી છે.