ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ થઈ શકે છે રદ, જાણો શું છે તેની પાછળનું કારણ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત માટે આ ટેસ્ટ સીરીઝ ખૂબ જ મહત્વની રહેવાની છે કારણ કે જો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ફાઇનલ મેચમાં પહોંચવું હોય તો 5 મેચોની આ ટેસ્ટ સિરીઝને 4-1 થી જીતવી પડશે નહીં તો ભારત ફાઇનલ સુધી પહોંચી શકશે નહીં. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પર્થ ખાતે છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો પહેલી ટેસ્ટમાં વરસાદ પડશે તો મેચ રદ પણ થઈ શકે છે.