ગંભીર-બુમરાહ કરશે ધડાકો, આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ બે યુવા ખેલાડીઓ કરશે ડેબ્યૂ…
આવતી કાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. જેમાં ભારતીય ટીમ મોટા બદલાવો સાથે મેદાને જોવા મળી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા શુભમન ગીલ ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે તેના સ્થાને દેવદત્ત પડિકલ રમતો જોવા મળે છે. આ સિવાય રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ ઓપનિંગ કરશે. જ્યારે નીતીશકુમાર રેડ્ડી અને હર્ષિત રાણા પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરી શકે છે.