હવે ઓસ્ટ્રેલિયાની ખેર નહીં, 25 વર્ષીય આ વિસ્ફોટક ખેલાડીની થઈ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બર થી પર્થ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. જે પહેલા ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી શુભમન ગીલ પ્રથમ ટેસ્ટ મેચ માંથી બહાર થઈ ચૂક્યો હતો. પરંતુ હાલમાં જ ભારતીય ટીમના બોલીંગ કોચ મોર્ને મોર્કેલે કહ્યું કે શુભમન ગીલ હાલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને દિવસે ન દિવસે તેનું પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ થઈ શકે છે. મેચના દિવસે સવારે નક્કી કરવામાં આવશે કે તે રમશે કે નહીં.