ગીલ-નહેરા મેગા ઓક્શનમાં કરશે ધડાકો, IPL 2025માં આવી કંઈક રહેશે ગુજરાતની ટીમ, જાણો કોને મળશે સ્થાન…
આઈપીએલ 2025 પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમે પોતાના પાંચ મહત્વના ખેલાડીઓને રિટર્ન કરી લીધા છે. જેમાં શુભમન ગીલ, રાશીદ ખાન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન અને સાઈ સુદર્શનનો સમાવેશ થાય છે. આ સિવાય ગુજરાતની ટીમ મેગા ઓક્શનમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશન, મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ડેવિડ મિલર અને ઓલરાઉન્ડર ગુજરાતી ખેલાડી કૃણાલ પંડ્યાને ટીમમાં સામેલ કરી શકે છે. ફાસ્ટ બોલીંગ ની વાત કરીએ તો આશિષ નેહરા મોહમ્મદ શમી, મોહિત શર્મા, મોર્કો યાન્સેનને ટીમમાં સામેલ કરી શકે છે. જ્યારે સ્પીન બોલર અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નુર અહમદને ટીમમાં સામેલ કરી શકે છે.