શુભમન ગીલ ઈજાગ્રસ્ત થતા પર્થ ટેસ્ટ માંથી થયો બહાર, હવે 24 વર્ષીય આ વિસ્ફોટક ખેલાડી લેશે તેનું સ્થાન…
22 નવેમ્બર થી પર્થ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. તે પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી શુભમન ગીલ ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે પર્થ ટેસ્ટ મેચ માંથી બહાર થઈ ચૂક્યો છે અને હવે 24 વર્ષીય વિસ્ફોટક ખેલાડી દેવદત્ત પડિકલ પ્રથમ ટેસ્ટ મેચમાં તેનું સ્થાન લેશે.