બુમરાહ કેપ્ટન, રોહિત-ગિલ બહાર, પ્રથમ ટેસ્ટ મેચમાં આવી કંઈક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
રોહિત શર્મા અને શુભમન ગિલ ન હોવાના કારણે ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ મેદાને જોવા મળશે. આ ઉપરાંત અભિમન્યુ ઈશ્વરન નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર 4 પર અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર 5 પર જોવા મળશે. આ ઉપરાંત ધ્રુવ જૂરેલને નંબર 6 પર સ્થાન આપવામાં આવશે. રવિન્દ્ર જાડેજા અને નીતિશ કુમાર રેડ્ડીને ઓલ રાઉન્ડર તરીકે સ્થાન મળશે. જ્યારે ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવશે. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઇશ્વરન, વિરાટ કોહલી, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા/વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.