પંત, રાહુલ કે બટલર નહીં પરંતુ ગુજરાત આ વિકેટકીપર પાછળ ખર્ચશે 15 કરોડ રૂપિયા…
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. તેની વચ્ચે 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલ 2025 માટે મેગા ઓક્શન યોજાવાનું છે. આ વખતે ઓક્શનમાં ઘણા મોટા વિકેટકીપરના નામ જોવા મળ્યા છે. જેમાં પંત, રાહુલ અને બટલર જેવા મહત્વના ખેલાડીઓ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની ટીમને પણ એક વિકેટકીપરની જરૂર છે. પરંતુ ગુજરાતની ટીમ પંત, રાહુલ અને બટલરને છોડી ઈશાન કિશન પર મોટો દાવ રમી શકે છે. ગુજરાત તેની પાછળ 15 કરોડ રૂપિયા પણ ખર્ચી શકે તેવું લાગી રહ્યું છે.