રોહિત શર્માની જરૂર નથી, 29 વર્ષીય આ ઘાતક ખેલાડી ભારતને જીતાડશે બોર્ડર ગાવસ્કર ટ્રોફી…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થ ખાતે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. આ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે પ્રથમ ટેસ્ટ મેચ માંથી બહાર થયો છે. આ સિવાય રોહિત શર્મા તો પહેલેથી જ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા ગયો નથી. આવી સ્થિતિમાં 29 વર્ષે અભિમન્યુ ઈશ્વરન યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે અને તે જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતને પ્રથમ જીત અપાવી શકે છે. તમને જણાવી દઈએ કે અભિમન્યુ ઈશ્વર અત્યાર સુધીમાં 101 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7675 રન બનાવી ચૂક્યો છે.