બેંગ્લોર કે પંજાબ નહીં પરંતુ આ ટીમ રિષભ પંતને મેગા ઓક્શનમાં ખરીદશે…

આઈપીએલ 2025 પહેલા તમામ ટીમોએ ખેલાડીઓને રિટર્ન કરી લીધા છે. 24 અને 25 નવેમ્બરના રોજ મેગા ઓપ્શન થશે. જેમાં તમામ ખેલાડીઓ પર બોલી લાગશે. મેગા ઓક્શનમાં સૌથી મહત્વના ખેલાડીઓની વાત કરીએ તો તેમાં રિષભ પંતનું નામ આવે છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની ટીમે રિષભ પંતને રિટર્ન કર્યો નથી. આવી સ્થિતિમાં સૌથી મોટું પર્સ ધરાવતી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ મેગા ઓક્શનમાં પંતની પાછળ જઈ શકે છે. પરંતુ દિલ્હીની ટીમ મેગા ઓક્શનમાં RTM કાર્ડનો યુઝ કરશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જો આવું થશે તો રિષભ બંધ ફરી એક વખત દિલ્હીની ટીમ તરફથી રમતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *