ગંભીરે આપ્યા મોટા સંકેત, પર્થ ટેસ્ટમાં આ બે ઘાતક યુવા ખેલાડીઓ ટીમ ઇન્ડિયા માટે કરશે ડેબ્યૂ…
ભારતીય ટીમ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થાય તે પહેલા જ ગંભીરે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ ઉપરાંત કોને સ્થાન મળશે તે અંગે પણ માહિતી આપી છે. તે સતત નવા ખેલાડીઓને સ્થાન આપી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રથમ મેચમાં તે 22 વર્ષીય સ્ટાર બોલર હર્ષિત રાણાને પણ સ્થાન આપી શકે છે. આ સિવાય રાઉન્ડર ખેલાડી નીતીશકુમાર રેડ્ડીને પણ ટીમમાં સ્થાન આપી શકે છે. હાલમાં જ ગંભીર પ્રેક્ટિસ દરમિયાન આ બંને ખેલાડીઓ સાથે ઘણી ચર્ચા કરતો પણ જોવા મળ્યો હતો.