મગફળીના ભાવ વધ્યા, 500 વર્ષનો રેકોર્ડ તુટશે, વેચતા પહેલા જાણી લો આજના ભાવ…

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે, મગફળીની ₹1356 ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે. ખેડૂત દીઠ 200 મણ જેટલી મગફળી સરકાર ખરીદશે. સરકારના નિયમ મુજબ ખેડૂત દીઠ બસો મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે આજે 1,200 બોરી જેટલી મગફળીની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરવા ખેડૂતોને જણાવાયું હતું. જ્યારે જિલ્લાના રાણપુર બરવાળા ગઢડા સહિતના આસપાસના તાલુકા અને ગામના 2100 જેટલા ખેડૂતોએ મગફળીના પાકને ટેકાના ભાવથી વેચાણ કરવા ઓનલાઇન અરજી કરી હતી.

ત્યારે આજે 15 જેટલા ખેડૂતોને મગફળીના પાક સાથે હળદડ કોટન યાર્ડ ખાતે બોલાવાયા હતા. મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજારભાવ 900 થી 1000 રૂપિયા આસપાસ બોલાય છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેમ ખરીદ વેચાણ સંઘના વહિવટ કર્તાઓ માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *