3 વાવાઝોડાં અને માવઠું 500 ટકા બગાડશે પાક, વરસાદની તારીખો લખી લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે.
અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી કે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રાતના સમયે લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી વચ્ચે રહ્યું છે. કેશોદમાં સૌથી ઓછું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 20.8 જયારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું. વડોદરામાં 18 ડિગ્રી, રાજકોટમાં 19.1 ડિગ્રી, જયારે સુરતમાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું.