માવઠું 500 ટકા પાક બગાડશે, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ, અંબાલાલ અને પરેશ ગોસ્વામી ત્રણેયએ એકસાથે કરી આગાહી…

જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ. 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.

લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક છે. પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે. ત્યારે પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટી જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.

ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *