ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો ડુંગળીના બજાર ભાવ…
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 12-11-2024, મંગળવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 860 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 951 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 700 સુધીના બોલાયા હતા. ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 701 સુધીના બોલાયા હતા.
ડુંગળી ની બજારમાં ઉંટી સપાટીથી વધારો જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. ડુંગળી નો પાક હવે તૈયાર છે અને તેની ઉપર વરસાદ પડે તો પાકને અસર થઈ શકે છે. ગુજરાતમાં હાલ નવી ડુંગળીની થોડી-થોડી આવક થાય છે અને નબળા માલ રૂ. 250થી 400 વચ્ચે વેચાણ થાય છે, જ્યારે સારા માલના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે અને આગામી દિવાળી બાદ નવી ડુંગળીની આવકો વધી રહી છે. દિવાળી પહેલાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને થોડું નુકસાન થઈ શકે છે અને નવી આવકો પણ લેઈટ થાય તેવી સંભાવના છે.