3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આ 10 જીલ્લામાં થશે જળ બંબાકાર, અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…

અંબાલાલે કહ્યું કે,  19થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *