માવઠું 100 ટકા બગાડશે પાક, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરી છે. 17 થી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની શકયતા છે. લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં માવઠું પડવાની શકયતા છે. અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, મોરબી, રાજકોટ, નવસારી, વડોદરા સહિતના જિલ્લાઓમાં શક્યતા છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહેસાણા, નર્મદા,સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં સંભાવના છે.
આજે નવસારી, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, મોરબી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, મોરબી, રાજકોટ, નવસારી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહેસાણા, નર્મદા,સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.