પાક ધોવાઇ જશે, આ 10 જિલ્લામાં પડશે 20+ ઇંચ વરસાદ, અંબાલાલ પટેલે કરી છાતી ધ્રુજાવે તેવી આગાહી..
બંગાળની ખાડીમાં મોટું તોફાન આવવાની આગાહી છે. જેને કારણે વરસાદની આગાહી છે. 17 થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જેનાથી અનેક રાજ્યોમાં તેજ તોફાન સાથે વરસાદ પડી શકે છે. હવામાન જોતા માછીમારોને કેરળ-લક્ષદ્વીપ તટ પર માછલી પકડવા ન જવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે 8 થી 13 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલ સહિત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેધાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.