500 ટકા પાક ધોવાઇ જશે, આ 10 જીલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે આ 8 જિલ્લાને આપી ચેતવણી…
અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે એક-બે નહિ, સીધા ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. તેના બાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગનું મોટું અપડેટ આવી ગયુ છે.
ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે. આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે.