3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આવશે વાવાઝોડુ, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
ફરીથી વાતાવરણમાં વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. એક-બે નહિ, સીધા ત્રણ વાવાઝોડા આવી વહ્યાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, નવેમ્બર મહિનામાં એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.
ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે. આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં આ ચક્રવાતની અસર જોવા મળશે. જો ચક્રવાતના અસરની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. સાથે જ મણિપુરના કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. કેરળ અને આંધ્રપ્રદેશના તટે કરા સાથે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.