ગુજરાતમાં હિમાચલ જેવું પુર આવશે, હવામાન વિભાગની ભયાનક આગાહી, જાણો નવી સિસ્ટમ ક્યાં અને ક્યારે મચાવશે ધમાલ…

બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે. આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.

ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. એટલું જ નહીં હાલમાં કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *