સુર્ય અને શનિનો થયો સંયોગ, આ 5 જિલ્લામાં 20-20 ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે તાત્કાલીક કરી આગાહી…
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતા 2.1 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 38.8 ડિગ્રી ડીસામાં નોંધાયું છે. તેમણે નવેમ્બર મહિનાને લઈ આગાહી કરી કે, આગામી એક મહિનામાં રાજ્યના લોકોને ઠંડીનો અનુભવ ઓછો થશે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જયારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની એન્ટ્રી થશે.
ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. એટલું જ નહીં હાલમાં કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.