ગામેગામ જાહેર કરી દો, વરસાદની તારીખો પણ જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
હવામાને ગુજરાત માટે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. 2થી 5 નવેમ્બરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી કરાઈ છે. 9 નવેમ્બરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 2 નવેમ્બરે અમરેલી, ડાંગ, નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી મા ભારે વરસાદની આગાહી છે. વધુમાં અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે આગામી 7 થી 8 તારીખે માવઠા પડશે. 2 નવેમ્બર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 8 થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. તેમની આગાહી મુજબ 2 થી 4 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાત માં કમોસમી વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગે બદલાતા હવામાનના પગલે સલાહ આપી છે કે તે સમય દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગર બંને સમુદ્રોમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતા બચવું જોઈએ. નેવીને પણ જણાવી દેવાયું છે કે તેઓ પોતાનું કામકાજ રોકે. કારણ કે તોફાન આવે કે ન આવે પરંતુ સમુદ્રમાં ઘણી ઊંચી લહેરો ઉઠી શકે છે.