4-4 સિસ્ટમ થઇ સક્રિય, 100 ટકા 100+ વર્ષનો રેકોર્ડ તુટશે, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ કરી છાતીના પાટીયા પાડી દે તેવી આગાહી…
ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. ગુજરાતમાં પણ તેની અસર રહેશે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે. તો સાથે જ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. વાવાઝોડાને લીધે ગુજરાતમાં માવઠાના એંધાણ છે.
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બેવડી ઋતુની અસર વર્તાશે અને તાપમાનમાં 3 ડિગ્રી વધારો થશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેનું કારણ છે દાના વાવાઝોડું! આગામી 24 કલાકમાં 120 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન દાનાની એન્ટ્રી થશે. જેમાં 6 ફૂટથી વધુ મોજાં ઉછળશે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જારી કર્યું છે. ચક્રવાત ‘દાના’ 24 કલાકમાં વધુ નજીક આવશે ત્યારે વધુ તબાહી અને વિનાશ વેરશે. આ કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. ભારે વરસાદ થશે. જ્યાં વાવાઝોડું ટકરાશે ત્યાં 120 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે.
120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના તટે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. હાલ ઓડિશાથી લઈને બંગાળ સુધી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બંને રાજ્યમાં NDRFની ટીમ તૈનાત છે. ઓરિસ્સાના દરિયા કાંઠે 120ની ઝડપે દાના વાવાઝોડું ટકરાયું છે. સાવચેતીના ભાગરૂપે જગન્નાથ મંદિર અને કોર્ણાક મંદિર બંધ કરાયા છે. હાલ દાના વાવાઝોડાની અસરને પગલે 3 રાજ્યોના દરિયા કાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.