200 ટકા દિવાળી બગાડશે, ગામડામાં જાહેર કરી દો, હવામાન વિભાગે રાતોરાત કરી આગાહી…

હવે કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. શિયાળાના આગમન વચ્ચે જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. ત્યારે નવરાત્રિ બાદ આગામી દિવાળીનો પણ તહેવાર બગડવાનો છે તેવું હવામાન વિભાગે કહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે.

તેમણે કહ્યું કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે.એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે.

હવામાન નિષ્ણાત હવામાનમાં આવી રહેલા આ પલટા અંગે ખેડૂતોને સાવચેત કર્યા છે. તેમણે કહ્યું કે, ખેડૂત મિત્રોએ કપાસ, મગફળી અને સોયાબિનના હાર્વેસ્ટિંગ વહેલી તકે સાચવી લેવા જોઈએ 29 ઑક્ટોબર સુધી તાપમાન 32 થી 36 ડિગ્રી જેટલું ઊંચુ જોવા મળશે. એકાદ સેન્ટરમાં તો તાપમાન 36 ડિગ્રીથી પણ ઊંચુ જઈ શકે છે. આખા દિવસ દરમિયાન આટલું તાપમાન અનુભવાશે, જ્યારે રાતના સમયે તાપમાન નીચુ જશે. એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી શકે છે. જેના કારણે પાક પર નેગેટિવ અસર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *