લખવું હોય તો લખી લેજો, બેસતાં વર્ષ સુધી ગુજરાતમાં વરસાદ થશે કે નહીં? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 27 અને 28 ઓક્ટોબરના રોજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે સામાન્ય વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. આ વિક્ષેપના પ્રભાવથી દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પણ હળવા વરસાદની શક્યતા છે જે કૃષિ અને સામાન્ય લોકોને પણ અસર કરી શકે છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવેમ્બરના પ્રારંભિક સમયમાં, 6થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની ધારણા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થશે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજથી સાત દિવસ એટલે કે, બીજી નવેમ્બર અને બેસતા વર્ષના દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી.