2-2 સિસ્ટમ થઇ સક્રિય, સાવધાન! આ 10 જિલ્લાને અપાયું રેડ એલર્ટ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાના વાવાઝોડાની અસર જોવા મળશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે.
ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.
અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતાક હ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.