પાક ધોવાઇ જશે, આ 10 જિલ્લામાં 20+ ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી છાતી ધ્રુજાવે તેવી આગાહી…

અંબાલાલ પટેલે જણાવ્યું કે દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી જોવા મળશે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાના વાવાઝોડાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ વરસી શકે છે.અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે..

અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે, હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેમણે જણાવ્યુ કે નવેમ્બર, ડિસેમ્બરમાં પણ વાવાઝોડું આવવાની સંભાવના છે. ત્રીજા વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ વર્તાશે. વાવાઝોડાને લીધે ગુજરાતમાં માવઠાના એંધાણ છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે વધુ એક વાવાઝોડું અને માવઠું હજી જેટલું નુકશાન કરશે.

અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે. અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *