3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આ 10 જિલ્લામાં થશે જળ બંબાકાર, અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે. વાવાઝોડાને લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાના વાવાઝોડાની અસર જોવા મળશે. તો સાથે જ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે 25 અને 26 ઓક્ટોબરના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બેવડી ઋતુની અસર વર્તાશે અને તાપમાનમાં 3 ડિગ્રી વધારો થશે તેવી હવામાન વિભાગે ચેતવણી  આપી છે. જેનું કારણ છે દાના વાવાઝોડું! આગામી 24 કલાકમાં 120 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન દાનાની એન્ટ્રી થશે. જેમાં 6 ફૂટથી વધુ મોજાં ઉછળશે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જારી કર્યું છે. ચક્રવાત ‘દાના’ 24 કલાકમાં વધુ નજીક આવશે ત્યારે વધુ તબાહી અને વિનાશ વેરશે. આ કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. ભારે વરસાદ થશે. જ્યાં વાવાઝોડું ટકરાશે ત્યાં 120 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે.

ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ 24 કલાકની અંદર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી રહ્યું છે. ‘દાના’ 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી વિનાશ વેરશે, જેના કારણે બે રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોએ ચક્રવાત ‘દાના’નો સામનો કરવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત ‘દાના’ને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાંથી ચક્રવાતી તોફાન ‘દાના’ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *