200 ટકા આવશે વાવાઝોડુ, હવે આ 15 જિલ્લામાં થશે પુર જેવી સ્થિતિ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી….
અપડેટ અનુસાર, વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાતમાં અસર કરશે. 25, 26 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 7 થી 14 નવેમ્બરે પણ પાછોતરો વરસાદ થવાની શક્યતા છે. દિવાળી સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માછીમારોને 27 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી દિવસોમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
ચક્રવાતી તોફાન ‘દાના’નો ‘આઉટર બેન્ડ’ બુધવારે બપોરે પૂર્વ કિનારે ત્રાટક્યો, જેના કારણે ઓડિશાના કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લાના ભાગોમાં વરસાદ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. વાદળો અને વાવાઝોડાના બાહ્ય વળાંકવાળા બેન્ડને ‘આઉટર બેન્ડ’ કહેવામાં આવે છે. આ બેન્ડ વાવાઝોડાના કેન્દ્રથી સર્પાકાર રીતે દૂર જાય છે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડે છે. IMD વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે માહિતી આપતા જણાવ્યું કે, પારાદીપથી મળેલી રડાર માહિતી અનુસાર ચક્રવાત ‘દાના’નો ‘આઉટર બેન્ડ’ કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લામાં દરિયાકાંઠે ત્રાટક્યો છે. ચક્રવાતી તોફાન દરિયાકાંઠાથી લગભગ 500 કિલોમીટર દૂર છે, પરંતુ તેના વાદળોની ‘બાહ્ય બેન્ડ’ સ્થાનિક હવામાનને અસર કરી શકે છે.
ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર, ઓડિશાના ૧૪ જિલ્લાઓ ચક્રવાત દાનાનો ભોગ બને તેવી શક્યતા છે, જેમાં અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપારા, જાજપુર, ભદ્રક, બાલાસોર, કેઓઝર, ઢેંકનાલ, ગંજમ અને મયુરભંજ સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા અને પૂર્વા મેદિનીપુર, દરિયાકાંઠાના વિસ્તારો અને પડોશી જિલ્લાઓ જેવા કે પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા, ઝારગ્રામ અને હુગલીમાં, તોળાઈ રહેલા દાના ચક્રવાતની સૌથી ખરાબ અસર જોવા મળશે.