3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા વાવાઝોડુ આવશે, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. પાછોતરા વરસાદથી સૌથી મોટું નુકસાન જગતના તાતનું થઈ રહ્યું છે.
મધ્ય બંગાળની ખાડીમાં 22 થી 24 ઓક્ટોબર સુધી વરસાદી સ્થિતિ યથાવત રહેશે. ત્યારપછી 23મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધવા લાગશે અને 25મીએ તેની ઝડપ વધુ ઝડપી બનશે. આ સમયગાળા દરમિયાન વરસાદ અને પવનની વધુ ઝડપને કારણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ વર્ષે સામાન્ય કરતાં દસ દિવસ વધુ ચોમાસુ ચાલ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દેશભરમાંથી 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, બંગાળની ખાડીમાં પૂર્વ મધ્યમાં તથા ઉત્તર આંદામમાન દરિયામાં પણ તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી દિવસોમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. આ પરિસ્થિતિ હજુ પણ 5 નવેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને 22 તારીખની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જ્યારે 23 તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનીને એક બંગાળની ખાડીની મધ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાની આસપાસ જ્યારે આ (સિસ્ટમ) કેન્દ્રીયભૂત થશે ત્યારે પવનની ગતિ વધીને 100-120 થશે જે એક અતિ ભારે સાઈક્લોનિક સ્ટોર્મ દરમિયાનની પવનની ગતિ હોય છે. આજથી મધ્ય બંગાળની ખાડીમાં તેની અસરો જોવા મળશે. ધીરે-ધીરે તેની સ્થિતિ વધારે ગંભીર બનશે અને 25 તારીખ સુધી તે યથાવત રહેશે. માટે માછીમારોને 25 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.