ગુજરાતમાં હિમાચલ જેવું પુર આવશે, હવામાન વિભાગની ભયાનક આગાહી, જાણો નવી સિસ્ટમ ક્યાં અને ક્યારે મચાવશે ધમાલ…

23-24 અને 25 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પડશે વરસાદ… નર્મદા, સુરત અને ડાંગમાં પણ પડી શકે છે વરસાદ…..તાપી, નવસારી અને વલસાડમાં પણ પડશે વરસાદ… આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે.

અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છે ક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે, આગામી દસકો વધુ ખરાબ હશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22, 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. એક બે નહીં બલકે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આગાહીકાર અંબાલાલ પટેલે વધુ ઘાતક આગાહી કરતા જણાવ્યું છેકે, આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.

અણધાર્યા વરસાદે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતોને પાયમાલ કર્યા છે. ખેતરમાં તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતાં આગામી સમયમાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં દિવાળીની ઉજવણી ઝાંખી થશે એવું લાગી રહ્યું છે. જૂનાગઢ અને ગોંડલ જિલ્લામાં ગત વર્ષે સરેરાશ એક વીઘામાં 12 મણ મગફળીનું ઉત્પાદન થતું હતું, ત્યારે આ વર્ષે ભારે વરસાદને પગલે માત્ર ત્રણથી ચાર મણ જ મગફળીનું ઉત્પાદન થયું છે. સરકાર દ્વારા જો યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતની માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *