70-80 ની ઝડપ સાથે વરસાદ, 500 ટકા આ 16 જિલ્લામાં થશે અતિવૃષ્ટિ, હવામાન વિભાગે રાતોરાત કરી આગાહી…

ગુજરાત માટે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ભરૂચથી માંડીને અંકલેશ્વર, રાજપીપળા સહિત તમામ જિલ્લાઓમાં 25 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ભરૂચથી માંડીને અંકલેશ્વર, રાજપીપળા સહિત તમામ જિલ્લાઓમાં 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં પણ 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે અને એકલ દોકલ વિસ્તારોમાં વરસાદ આવે તેવું અનુમાન છે. હાલ અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તેવા સંકેતો નથી. બંગાળની ખાડીમાં થોડા દિવસમાં એક વાવાઝોડું બની શકે છે. જો આ બને તે સીધું જ ગુજરાતને અસર નહીં કરે. પરંતુ જો એ મહારાષ્ટ્રના દરિયા કિનારે આવે તો ફરીથી 26થી લઈને 30 તારીખ સુધીમાં માવઠાના વરસાદ ફરીથી થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને 22 તારીખની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જ્યારે 23 તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનીને એક બંગાળની ખાડીની મધ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાની આસપાસ જ્યારે આ (સિસ્ટમ) કેન્દ્રીયભૂત થશે ત્યારે પવનની ગતિ વધીને 100-120 થશે જે એક અતિ ભારે સાઈક્લોનિક સ્ટોર્મ દરમિયાનની પવનની ગતિ હોય છે. આજથી મધ્ય બંગાળની ખાડીમાં તેની અસરો જોવા મળશે. ધીરે-ધીરે તેની સ્થિતિ વધારે ગંભીર બનશે અને 25 તારીખ સુધી તે યથાવત રહેશે. માટે માછીમારોને 25 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *